
– શિક્ષણ, સંસ્કૃતિ, સંપર્ક સરળતા, સલામતી નાઇટ લાઇફ જેવાં માપદંડો દ્વારા રીઝોનન્સ કન્સલટન્સીએ અહેવાલ તૈયાર કરી શહેરોને ક્રમ આપ્યો છે
નવી દીલ્હી : રેઝોનન્સ કન્સલ્ટન્સી નામક એક સંસ્થાએ દુનિયાનાં ૨૭૦ જેટલાં શહેરોનો અભ્યાસ કરી તે પૈકી ૧૦૦ શહેરો જુદાં તારવી તે શહેરોની વસવાટ યોગ્યતા પરથી તેને ક્રમાંકિત કર્યા છે. તે માટે એ સંખ્યાએ શિક્ષણ સંસ્કૃતિ, સંપર્ક સરળતા સલામતી અને નાઇટ લાઇફ સુદ્ધાંત આવરી લીધાં છે અને ઉપરથી વર્લ્ડઝ બેસ્ટ સીટીઝ રીપોર્ટ ફોર ૨૦૨૬ તૈયાર કર્યો છે.
આ સંસ્થાએ દુનિયાનાં ૨૭૦ શહેરોમાં તેના શ્રેષ્ઠ કર્મચારીઓને મોકલી રીપોર્ટ તૈયાર કરવા જણાવી દીધું હતું. તેઓએ તૈયાર કરેલા અહેવાલ મુજબ પાટનગરોનું પાટનગર તરીકે ઓળખાતું લંડન વસવા માટે શ્રેષ્ઠ શહેર છે.
