'દેશદ્રોહીઓ પર આક્રોશ હોવાથી આતંકી પર હુમલો કર્યો':પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે: હર્ષ સંઘવી, સાબરમતીમાં આતંકીને અન્ય કેદીઓએ ફેંટો મારતા આંખામં ઈજા થઈ હતી

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ગુજરાત એટીએસે 9 નવેમ્બરે પકડેલા આતંકવાદી ડોકટર અહેમદ મોહિયુદ્દીન અબ્દુલ કાદર જીવાની સૈયદ ઉપર સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ હુમલો કરાયો હતો. 10 દિવસના રિમાન્ડ પુરા થતા અહેમદ મોહુદ્દીનને સોમવારે સાંજે જ નવી સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ સિકયોરિટી બેરેકમાં મોકલી દેવાયો હતો. જ્યાં મંગળવારે સવારે 7 વાગ્યે તે સૂઈ રહ્યો હતો ત્યારે જ અન્ય 3 આરોપીઓએ તેને ફેંટોનો માર માર્યો હતો. જેમાં તેને આંખના ભાગે ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. આ મામલે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આતંકવાદી પર અમુક લોકો દ્વારા એની પર હુમલો કરવામાં આવ્યો હતો અને એના ચશ્મા નીચે પડી જવાને કારણે એને થોડી ઇજા થઈ હતી. જે અધિકારીઓ આ બાબતે તપાસ કરી રહ્યા છે તેમના પણ જવાબ લેવામાં આવ્યા છે, જવાબમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ હુમલો કર્યો છે એમને દેશદ્રોહીઓ પર આક્રોશ હતો, જેથી આક્રોશના કારણે હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આની તપાસ ચાલી રહી છે તપાસમાં વધુ વિગતો બહાર આવશે. આતંકવાદી સંગઠન ISKP(ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સ) સાથે સંકળાયેલા અહેમદ મોહિયુદ્દીન સૈયદ(35)(હૈદરાબાદ) ની એટીએસે તા.9 નવેમ્બરે અડાલજ પાસેથી ધરપકડ કરી હતી. જ્યારે અહેમદ સાથે સંકળાયેલા અન્ય 2 આતંકવાદી આઝાદ શેખ(20) અને મોહંમદ સુહેલ ખાન(23) ને એટીએસની ટીમે બનાસકાંઠાથી ઝડપી લીધા હતા. અહેમદ સૈયદ પાસેથી રાઈઝીન નામનું ઝેર બનાવવા માટે ઉપયોગમાં લેવાતુ 4 લીટર કેસ્ટલ ઓઈલ મળી આવ્યુ હતુ. જ્યારે આઝાદ અને મોહંમદ સુહેલ પાસેથી 3 પિસ્ટલ અને 30 કારતૂસ મળ્યા હતા. ડો.અહેમદ સૈયદના 10 દિવસના રિમાન્ડ પૂરાં થતાં તેને સોમવારે સાંજે નવી સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ સિકયોરીટી બેરેકમાં રખાયો હતો. મંગળવારે સવારે તે સૂતો હતો ત્યારે એક દાઢી વાળો માણસ તેમજ તેની સાથે આવેલા અન્ય 2 માણસ ડો.અહેમદ સૈયદ ઉપર તૂટી પડયા હતા. આંતકી અહેમદ સૈયદે ત્રણ શખસ સામે ફરિયાદ નોંધાવી
આ સમગ્ર મામલે અહેમદ મોહુદ્દીન અબ્દુલ કાદર જીલાની (જાતે સૈયદ) (ઉં.વ. 40, રહે. સાબરમતી મધ્યસ્થ જેલ, રાણીપ, અમદાવાદ મૂળ વતન રાજેન્દ્રનગર ઉઝરપલ્લી ફોર્ટ કોલોની, હૈદરાબાદ, તેલંગાણા)એ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે 18 નવેમ્બર 2025ની સવારે 7 વાગ્યા આસપાસ સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક દાઢીવાળો શ્યામ શખસ તથા તેની સાથેના બે શખસે ફરિયાદી અહેમદ મોહુદ્દીન અબ્દુલ કાદર જીલાની સૈયદને કોઈ કારણસર ફેટોથી માર માર્યો, જેમાં તેને આંખના ભાગે વાગતાં ઈજા થઈ છે, જેથી આ ત્રણેય શખસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ ચાલુ છે. હાઈસિક્યુરિટી બેરેકમાં ગંભીર ગુનાના આરોપીઓને રખાય છે
સાબરમતી જેલમાં ગંભીર ગુનાના આરોપી ઓને હાઈસિક્યોરીટી બેરેકમાં રાખવામાં આવે છે. મર્ડરના ગુના, રાષ્ટ્ર વિરોધી કૃત્યના ગુના, આતંકી હુમલાના ગુના, યુએપીએ એક્ટના આરોપી તેમજ કુખ્યાત ગેંગના આરોપીઓને આ બેરેકમાં રાખવામાં આવે છે. જ્યાં સુધી ટ્રાયલ ચાલતી હતી ત્યાં સુધી અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓને પણ અહીં રાખવામાં આવ્યા હતા. આંતકી અહેમદ સૈયદે ત્રણ શખસ સામે ફરિયાદ નોંધાવી
આ સમગ્ર મામલે અહેમદ મોહુદ્દીન અબ્દુલ કાદર જીલાની (જાતે સૈયદ) (ઉં.વ. 40, રહે. સાબરમતી મધ્યસ્થ જેલ, રાણીપ, અમદાવાદ મૂળ વતન રાજેન્દ્રનગર ઉઝરપલ્લી ફોર્ટ કોલોની, હૈદરાબાદ, તેલંગાણા)એ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે 18 નવેમ્બર 2025ની સવારે 7 વાગ્યા આસપાસ સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક દાઢીવાળો શ્યામ શખસ તથા તેની સાથેના બે શખસે ફરિયાદી અહેમદ મોહુદ્દીન અબ્દુલ કાદર જીલાની સૈયદને કોઈ કારણસર ફેટોથી માર માર્યો, જેમાં તેને આંખના ભાગે વાગતાં ઈજા થઈ છે, જેથી આ ત્રણેય શખસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ ચાલુમાં છે. જેલના અધિકારીઓ દ્વારા કેદીઓની પણ પૂછપરછ કરાઈ: ઝોન-2 ડીસીપી
ઝોન-2 ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે આતંકી સાથે વધુ બોલાચાલી થતાં કાચા કામના કેદી અનિલ ખુમાણ, શિવમ વર્મા અને અંકિત નામના કેદીએ હુમલો કર્યો હતો. અનિલ અને શિવમ હત્યાના આરોપી છે, જ્યારે અંકિત સાબરમતી પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં છે. આતંકી સાથે બીજા બે આતંકી પણ હજાર હતા. જેલના કેદીઓની પણ જેલના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. 9 નવેમ્બરના ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના ત્રણ આતંકીની ‘ઝેરીલી’ માનસિકતા ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી 9 નવેમ્બરના રોજ ISISના ત્રણ આતંકીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ત્રણ આરોપી પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હતો. ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ મૂળ હૈદ્રાબાદનો રહેવાસી છે અને ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો. આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાગઢથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા. જે ડો. અહેમદ સૈયદે કલેક્ટર કર્યા હતા. જોકે તે હથિયારો લઈ પરત હૈદ્રાબાદ જાય એ પહેલાં જ ATSએ તેને દબોચી લીધો હતો. ત્રણેય આતંકી પાસેથી 3 વિદેશી બનાવટની પિસ્તોલ, 30 જીવતી કારતૂસ અને 4 લિટર કસ્ટર ઓઈલ કબજે કરાયું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *