
Vadodara Court : વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં રૂ.6.82 લાખની ગોલ્ડ લોન મેળવી દાગીના નકલી હોવાનું બહાર આવતા બેંક સાથે ઠગાઇ અંગે પાણીગેટ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં ફરાર બંને આરોપીઓની અદાલતે આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા દિલીપકુમાર નટવરભાઈ સોની (રહે. પિતૃછાયા, છાણી ગામ, વડોદરા)ને વેલ્યુએર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
