
– માસ્ટર માઈન્ડ ક્રિશ શાહના કહેવાથી રોનક ઠક્કરે અનેકને ફસાવ્યા
– વોટ્સએપ ગુ્રપમાં જોડીને રોકાણ કરવા કહેતા ને બદલામાં મોટી રકમની લાલચ આપતા
– અમદાવાદથી ઇશ્યૂ થયેલા ૮૦થી વધુ સિમકાર્ડ જપ્ત ઃ ૨૪ મોબાઇલ, બનાવટી સ્ટેમ્પ, ચેકબૂક પણ મળી આવ્યા, સોશિયલ મીડિયાથી લોકોને નિશાન બનાવતા હતા
પણજી: દિલ્હી પોલીસે આંતરરાષ્ટ્રીય સાઇબર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, આ સિન્ડિકેટમાં સામેલ એક મોટા આરોપી રોનક ઠક્કરની ગોવા એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ અત્યાર સુધીમાં આ મામલે કુલ ૧૭ આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે. આરોપી દુબઇથી આ સિન્ડિકેટને ઓપરેટ કરી રહ્યો હતો.
