નબળી કામગીરી અંગે સંકલનની બેઠકમાં રજૂઆત:જિલ્લા કલેક્ટરના 15 દિવસમાં રિપોર્ટના આદેશના મહિના બાદ વાસ્મોની તપાસ

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

લખતરમાં વાસ્મોની કામગીરી અંત્યત નબળી થઈ છે. આ અંગે અનેક રજૂઆત થઈ હતી. તેવામાં તાજેતરમાં તા.18 ઓક્ટોબરના રોજ ઢાંકી પમ્પિંગ સ્ટેશન ખાતે જિલ્લા સંકલનની બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં લખતર વાસ્મોની નબળી કામગીરીને લઈને અધ્યક્ષસ્થાનેથી કડક આદેશ કરી કામગીરી નબળી છે તો કાર્યવાહી કેમ ન કરી ? આ કામગીરી અંગે 15 દિવસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. જેને લઈને તા.17 નવેમ્બરે વાસ્મોના ટેકનિકલ પર્સન સંદિપ એમ.પરમાર, હર્ષદ ચાવડા, નીરવ પટેલ સહિતની ટીમ તપાસમાં લખતર પહોંચી હતી. જ્યાં તેઓએ ગામના સરપંચ અને સભ્યોને સાથે રાખી ગામમાં કામગીરીની સમીક્ષા કરી હતી. તો ગ્રામપંચાયતમાં પણ બેઠક કરી હતી. લખતરમાં વાસ્મોની કામગીરી સમયે ટેન્ડરમાં 3 ફૂટની લાઇન નાંખવાનું દર્શાવેલ છે. પરંતુ વાસ્મો દ્વારા માંડ દોઢેક ફૂટ જેટલી લાઇન ઊંડી નાંખી છે. 17 નવેમ્બરે વાસ્મોની ટીમ તપાસમાં આવી
કલેક્ટરે તા. 18 ઓક્ટોબરે સંકલન સમિતિમાં 15 દિવસમાં રિપોર્ટ કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ વાસ્મો વિભાગે આ આદેશને હળવાશથી લીધો હોય તેમ આદેશ કર્યાના લગભગ 1 મહિના પછી એટલે કે તા. 17 નવેમ્બરે વાસ્મોની ટીમ તપાસમાં આવી હતી. આવી ઢીલી કામગીરીથી સરકારી કામગીરીની છાપ લોકોના માનસ ઉપર પડી છે તેવું ચર્ચાતું હતું. લેખિત હુકમ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી : વાસ્મો
આ અંગે વાસ્મો સુરેન્દ્રનગરના પ્રોજેક્ટ ઓફિસર આકાશદીપ પંચાસરાએ જણાવ્યું કે જિલ્લા સંકલન સમિતિની બેઠકનો લેખિત હુકમ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવેલ છે. કામગીરીના કારણે થોડો સમય વધુ લાગ્યો છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *