
Dowry Case In Narmada: નર્મદા જિલ્લાના દેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી (TDO) જગદીશ સોનીનો પારિવારિક વિવાદ વધુ વકર્યો છે. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે TDOના માતા જશોદાબેન સોનીએ પોતાની પુત્રવધૂ પ્રિયંકા સોની સામે શારીરિક હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. અગાઉ પત્ની પ્રિયંકાએ ટીડીઓ અને સાસરી પક્ષ સામે રાજસ્થાનમાં 50 લાખના દહેજ અને ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી.
સાસુનો આરોપ: ‘ગળું દબાવીને પતાવી દેવાની ધમકી આપી’
જશોદાબેન સોનીએ પોલીસ ફરિયાદમાં 20મી ઓક્ટોબર 2025ના રોજ બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, પ્રિયંકાએ રૂમનો દરવાજો જોરથી બંધ કરી તેમના પર હુમલો કર્યો હતો.
