નવસારીમાં મોબાઈલમાં વ્યસ્ત કાર ચાલકે બાઈકને ફંગોળ્યું:બ્રિજ નીચે પટકાયેલા પુત્ર અને પિતાનું મોત, કાર ગોળ ફરીને દિવાલ સાથે અથડાઈ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોબાઈલમાં વ્યસ્ત કાર ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. જેથી બાઈકમાં સવાર પિતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક સવાર પુત્ર બ્રિજ નીચે પટકાઈ ગયો હતો. જેથી ગંભીરઈજા પહોંચતા જીવ ગુમાવ્યો હતો. કાર સામેથી આવતી બાઇક સાથે ધડાકાભેર અથડાઈ
આ અંગે પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલક મરોલીથી નવસારી તરફ આવી રહ્યો હતો, જ્યારે પિતા-પુત્ર નવસારીથી મરોલી તરફ જઈ રહ્યા હતા. કાર ચાલક પૂરઝડપે વાહન હંકારી રહ્યો હતો અને મોબાઈલ પર વાત કરી રહ્યો હતો, જેના કારણે તેણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર સામેથી આવતી બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કાર ગોળ ફરીને બ્રિજની દિવાલ સાથે અથડાઈ હતી. સારવાર બાદ કારચાલકની અટકાયત
આ અકસ્માતમાં બાઈક સવાર પિતાનું બ્રિજ પર જ અવસાન થયું હતું, જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાતા તેનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચાલકને સામાન્ય ઈજાઓ થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ કારચાલકની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક પિતા-પુત્ર અને કાર ચાલક આ ત્રણેય મરોલીનાં જ રહેવાસી છે. પોલીસે મૃતદેહોનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતા જ મરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મરોલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના નામ કાર ચાલકનું નામ હવે જુઓ અકસ્માતની તસવીરો….


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *