મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં વ્હીકલ ટેક્સ લાગુ પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. નવા વાહન ખરીદી ઉપર કર લાગુ કરવા 1.50થી 3.50 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડશે.જેમાં મહેસાણા મનપા વિસ્તારમાં આગામી સમયમાં લાગુ પડવા જઈ રહેલ વ્હિકલ ટેક્સ મુલત્વી રાખવા મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલે મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરી છે. મહેસાણા શહેરના વાહન માલિકો, રિક્ષા ચાલકો, નાના વેપારીઓ અને દૈનિક મુસાફરી કરતા મધ્યમ વર્ગના નાગરિકો પર વાહન વેરો લાગુ કરવાની પ્રક્રિયા હાલ પુરતી મુલતવી રાખવાની ભલામણ કરવામાં આવી છે. સામાન્ય નાગરિકો પર ટેક્સનો વધારાનો આર્થિક ભાર પડે તેમ
મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સામાન્ય નાગરિકો પર ટેક્સનો વધારાનો આર્થિક ભાર પડે તેમ છે. શહેરના મધ્યમ વર્ગના અને રોજિંદા વાહન ઉપયોગ કરતા નાગરિકો માટે આ ટેક્સ તાત્કાલિક રીતે લાગુ કરવો અયોગ્ય રહેશે. જેથી આ વ્હીકલ ટેક્સ મોકૂફ રાખવા મહેસાણા પાલિકાના કમિશ્નર રવીન્દ્ર ખટાલેને ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પત્ર લખી રજૂઆત કરી છે. નવા વાહન ખરીદી પર 1.50થી 3.50 ટકા ટેક્સ
મહેસાણા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યાના 10 મહિના પછી મનપા વિસ્તારમાં આજીવન વાહનવેરો (વ્હીકલ ટેક્સ) લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વાહન ખરીદી ઉપર કર લાગુ કરવા 1.50 થી 3.50 ટકા સુધીના સૂચિત દરો નક્કી કરાયા છે. 22 નવેમ્બર સુધીમાં વાંધા અને સૂચનો રજૂ કરી શકાશે
શહેરીજનો આગામી તા.22 નવેમ્બર સુધીમાં આ સૂચિત દરો સામે વાંધા અને સૂચનો રજૂ કરી શકશે. ત્યાર બાદ મિલકતદારોને નવા વાહન ખરીદીમાં કોર્પોરેશન ટેક્સ લાગુ થઇ શકે છે. જેમાં ટુ વ્હીલર ખરીદીમાં 1.50 ટકા ટેક્સથી લઇને રૂ.5 લાખથી વધુ કિંમતનાં વાહનની ખરીદી પર 3.50 ટકા સુધીના ટેક્સ નખાયો છે. ‘1.50થી 3.50 ટકા સુધીનો આજીવન વાહનવેરો લેવાનું નક્કી કર્યું’
વાહન ટેક્સ શા માટે તેમ પૂછતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે કહ્યું કે, શહેરના ડેવલપમેન્ટ માટે સરકારની ગ્રાન્ટ આવે છે. ત્યાર પછી મેન્ટેનન્સ અને પગાર વગેરે ખર્ચ મનપાના સ્વભંડોળથી કરવાના હોય છે. ટેક્સની આવક પણ જરૂરી હોય છે. જેથી મહાનગરપાલિકાએ 1.50થી 3.50 ટકા સુધીનો આજીવન વાહનવેરો લેવાનું નક્કી કર્યું છે. 22 નવેમ્બર સુધી વાંધા-સૂચનો બાદ અંતિમ નિર્ણય લેવાશે. નવા ટુ વ્હીલર ખરીદી ટેક્સ અમલમાં આવ્યા બાદ આટલો ટેક્સ લાગી શકે આ મહાનગરોમાં આટલો વ્હિકલ ટેક્સ
ગુજરાતની આ મનપામાં વ્હીકલ ટેક્સ લાગું છે અમદાવાદમાં 2થી 5 ટકા સુધી, વડોદરામાં 1.25થી 2.50 ટકા સુધી, ગાંધીનગરમાં 2થી 2.50 ટકા, રાજકોટમાં 2.5 ટકાથી 5 સુધીના ટેકસમાં 1.5થી 3 ટકા સુધી ઘટાડેલ છે. સુરતમાં 1.50થી 4 ટકા, ભાવનગરમાં 1.5થી 2 ટકા છે. જ્યારે ગાંધીનગર કોર્પોરેશનના ગેઝેટમાં 2થી 2.50 ટકા વાહન ટેક્સમાં દર્શાવેલ છે.
નવા-વાહનની ખરીદી પર 1.50થી 3.50 ટકા ટેક્સ મહેસાણા મનપા વસૂલશે:વ્હિકલ ટેક્સ મુલત્વી રાખવા MLAની કમિશનરને રજૂઆત, સામાન્ય નાગરિકોને આર્થિક ભાર પડે તેમ છે
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
