
મુંબઈ : ભારતના યુરોપીયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની પોઝિટીવ અસર બાદ અમેરિકા સાથે ટ્રેડ ડિલ સંમતિએ બજારો ફરી મોટી તેજીના પંથે સવાર થવાની અપેક્ષા હતી. પરંતુ ફરી વિશ્વ સામે નવા સ્વરૂપે મોટું જોખમી પરિબળ ટેકનોલોજી મોરચે આવી પડયું છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ખાસ સોફ્ટવેર સર્વિસિઝ ઈન્ડસ્ટ્રીના વર્ષોના લખલૂંટ બિઝનેસ અને તગડી કમાણીના બિઝનેસ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)એ તરાપ મારીને સોફ્ટવેર બિઝનેસના અસ્તિત્વ સામે મોટું જોખમ હોવાના વિશ્વભરના નિષ્ણાતો, સમીક્ષકોના અભિપ્રાય આવવા લાગતાં વૈશ્વિક બજારોમાં આઈટી ક્ષેત્રની કંપનીઓના શેરોને પોતાના રોકાણ પોર્ટફોલિયોમાં મોટું હોલ્ડિંગ ધરાવતા ઈન્વેસ્ટરોમાં ફફડાટ વ્યાપ્ત થયો છે. છેલ્લા ૧૦ દિવસમાં વૈશ્વિક આઈટી જાયન્ટ કંપનીઓના શેરોના મૂલ્યમાં અધધ…
