નોકરીમાં જનરલ સીટો પર એસસી, એસટી, ઓબીસીનો પણ હક : સુપ્રીમ

📅 Published: January 6, 2026 | 📂 Category: Uncategorized


– ઓપન કેટેગરી કોઇ ચોક્કસ વર્ગ કે જાતિની જાગિર નથી : સુપ્રીમ

– ઓપનનો અર્થ થાય તમામ માટે ખુલ્લુ હોવું, મેરિટનું પણ સન્માન જરૂરી : હાઇકોર્ટમાં ભરતી મામલે સુપ્રીમનું અવલોકન

નવી દિલ્હી : સરકારી નોકરીઓમાં અનામત અને મેરિટને લઇને લાંબા સમયથી જે ચર્ચા ચાલી રહી છે તેના પર સુપ્રીમ કોર્ટે વિરામ મુકી દીધો છે. સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લેતા સ્પષ્ટતા કરી છે કે અનામત વર્ગ એસસી, એસટી, ઓબીસી અને ઇડબલ્યુએસના ઉમેદવારો પણ જનરલ કેટેગરીની સીટ પર નોકરી મેળવવાના હકદાર છે પરંતુ શરત એટલી જ છે કે તેમણે જનરલ કેટેગરીમાં કટઓફ મેળવેલ હોવી જોઇએ. 

રાજસ્થાન હાઇકોર્ટમાં કેટલાક પદો પર ભરતી બહાર પડાઇ હતી જેમાં એક નિયમ હતો કે અનામત વર્ગના ઉમેદવારોને સામાન્ય કેટેગરીના પદ માટે નિમણુંક નહીં આપવામાં આવે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *