![]() |
| પ્રતિકાત્મક તસવીર |
Ahmedabad No Cattle Zone : અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશ દરમિયાન વધુ એક વખત ઘર્ષણની ઘટના સામે આવી છે. બોડકદેવ વિસ્તારમાં સાયન્સ સિટી રોડ પાસે ગેરકાયદેસર વાડામાં રખાયેલી ગાયોને જપ્ત કરવા ગયેલી CNCDની ટીમ સાથે પશુપાલકોએ ઝઘડો કરી ગાયોને ભગાડી દીધી હતી.

