ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા તા. ૧૭/૧૧/૨૦૨૫ના રોજ ગોધરા ખાતેના સ્પોર્ટ્સ સંકુલ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કનેલાવ ખાતે યોજાઈ હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત આ સ્પર્ધાનું સંચાલન જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, પંચમહાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાસ્કેટબોલ સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના યુવા ખેલાડીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એમ ત્રણેય વિભાગમાં ભાઈઓ અને બહેનોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના રમતગમત અધિકારી કુ. મયુરબાળા ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ખેલાડીઓએ રમતગમતની ભાવના અને શિસ્ત સાથે ઉચ્ચ સ્તરનું પ્રદર્શન કરીને સ્પર્ધાને રોમાંચક બનાવી હતી.
પંચમહાલમાં ખેલ મહાકુંભ અંતર્ગત બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ:સ્પોર્ટ્સ સંકુલ ગોધરા ખાતે ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
