
– પાંચેક વર્ષ પૂર્વે ઢસા ગામે બનેલા ચકચારી કેસમાં ચુકાદો
– બોટાદ કોર્ટે 26 દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખી હત્યારા શખ્સને સજા ફટકારી
બોટાદ : ગઢડા તાલુકાના ઢસા ગામે પાંચેક વર્ષ પૂર્વે પત્નીને પાણીના હોજમાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દેનાર પતિને આજીવન કેદની સજાનો કોર્ટે હુકમ કર્યો છે.
બોટાદમાં રહેતા અહેમદભાઈ હારૂનભાઈ ગેલેરિયાના બહેન સુફિયાબેનના વર્ષ ૨૦૦૮માં ઢસા ગામે રહેતો આશીફ કાદરભાઈ હુનાણી નામના શખ્સ સાથે નિકાહ થયા હતા. લગ્ન બાદથી જ શખ્સ તેની પત્ની ઉપર શંકા-કુશંકા કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારતો હોય, દરમિયાનમાં ગત તા.
