વડોદરાઃ વડોદરા એસટી ડેપો પર પૂણેની મહિલાના પર્સમાંથી ૧૫ તોલાના દાગીના કાઢી લેનાર એક જ પરિવારની ઠગ ત્રિપુટીના સૂત્રધાર અને આંતરરાજ્ય ગુનેગારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ઝડપી પાડયો છે.
પૂણેના દત્તનગરમાં રહેતી જાગૃતિ પટેલ નામની મહિલા વડોદરા લગ્નમાં આવી હતી અને ગઇ તા.૨૮મી ડિસેમ્બરે ખંભાત ખાતે પરિવારજનોને મળવા જઇ રહી હતી ત્યારે બસમાં ચઢતી વખતે તેના પર્સમાંથી ૧૫ તોલાના દાગીનાની ચોરી થઇ હતી.જે અંગે સયાજીગંજ પોલીસમાં ગુનો નોંધાયો હતો.
આ બનાવની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજાની ટીમ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે લૂંટારાઓના સગડ મેળવવા મહારાષ્ટ્રના બીડ જિલ્લા સુધી પહોંચી ગઇ હતી.
