વડોદરાઃ સમા-સાવલી રોડ પર પરિવારજનો સૂઇ ગયા ત્યારે રૃ.૩ લાખની રોકડ લઇ ઘર છોડી ગયેલા સ્કૂલના વિદ્યાર્થીને સમા પોલીસે ગોવાના બીચ પરથી શોધી કાઢી તેના વાલીને સોંપ્યો છે.
સમા-સાવલીરોડના એપાર્ટમેન્ટમાં રહેતો ધોરણ-૧૦નો વિદ્યાર્થી ગઇ તા.૨૦મીએ મોડીરાત્રે જમીને તેના પરિવારજનોને ગુડનાઇટ કરી બેડરૃમમાં ગયા બાદ સવારે નહિ મળતાં તેની શોધખોળ કરવામાં આવી હતી.આ દરમિયાન એપાર્ટમેન્ટના સીસીટીવીમાં વિદ્યાર્થી રાતે ૧૨.૫૭ વાગે બેગ લઇને જતો દેખાયો હતો અને તિજોરીમાંથી રૃ.
