
EU warns Trump : યુરોપિયન યુનિયન (EU)ના ટોચના રાજદ્વારી અને યુરોપિયન કમિશનના ઉપાધ્યક્ષ કાજા કૈલાસે અમેરિકા અને યુરોપ વચ્ચે વધી રહેલા મતભેદોને લઈને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે સહયોગી દેશો વચ્ચેની આંતરિક ફૂટનો સૌથી વધુ ફાયદો ચીન અને રશિયાને થઈ રહ્યો છે.
‘ચીન અને રશિયાને થઈ રહ્યો છે ફાયદો’
કાજા કૈલાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં ચીન અને રશિયા ‘મૌજ કરી રહ્યા હશે’, કારણ કે સહયોગી દેશો વચ્ચેના આંતરિક મતભેદો સીધા તેમના હિતમાં જઈ રહ્યા છે. તેમણે ઈશારામાં કહ્યું કે જો પશ્ચિમી દેશોની એકતા નબળી પડશે તો તેનો સીધો ફાયદો એ શક્તિઓને મળશે, જે વૈશ્વિક વ્યવસ્થાને પડકારી રહી છે.
