
Denmark Greenland Warn USA : ગ્રીનલેન્ડ પર નજર જમાવીને બેઠેલા અમેરિકાને ડેનમાર્કે અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ડેનમાર્કના રક્ષા મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, “અમે સવાલ પૂછતા પહેલા ગોળી મારીશું.” આ આકરું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડને હાંસલ કરવા માટે સૈન્ય બળના ઉપયોગને પણ એક વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.
ડેનમાર્કની ખુલ્લી ધમકી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેનમાર્કના રક્ષા મંત્રાલયે કહ્યું છે કે જો અમેરિકા ગ્રીનલેન્ડ પર આક્રમણ કરશે, તો અમે પહેલા ગોળી ચલાવીશું અને પછી સવાલ પૂછીશું.
