પાકિસ્તાનની નાપાક હરકત! જમ્મુ કાશ્મીરમાં LoC પર ફરી દેખાયા 5 ડ્રોન, સેનાએ કર્યો કાઉન્ટર એટેક

📅 Published: January 14, 2026 | 📂 Category: Uncategorized


Jammu-Kashmir: પાકિસ્તાનના પાંચ ડ્રોન ફરી નિયંત્રણ રેખા  (LoC) પર કરીને જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લાના કેરી સેક્ટરમાં દેખાયા છે. પાકિસ્તાન તરફથી વારંવાર જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીની કોશિશ થઈ રહી છે, જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં મંગળવારે 5 પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા જે બાદ ભારતીય સુરક્ષાદળોએ વળતું ફાયરિંગ કર્યું હતું.

સૂત્ર મુજબ, પાંચ પાકિસ્તાની ડ્રોનમાંથી પહેલું મંગળવારે (13 જાન્યુઆરી) સાંજે 7:30 વાગ્યાની આસપાસ નિયંત્રણ રેખા (LoC) પાર કરીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યું હતું ત્યારબાદ બાકીના ચાર પાકિસ્તાની ડ્રોન રાત્રે 8:30 વાગ્યાની આસપાસ જોવા મળ્યા હતા. આ પહેલા 11 જાન્યુઆરીના રોજ 5 ડ્રોનની હલચલ સીમા પારથી ભારત તરફ જોવા મળી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *