
– ફૈઝલાબાદમાં આ ફેકટરીનું બોયલર ફાટતાં ફેકટરીનું મકાન તૂટી પડયું તેટલું જ નહીં પરંતુ પાસેની ફેકટરીનું મકાન પણ તૂટી પડયું
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલાં ફૈઝાબાદમાં ગ્લૂ બનાવતી ફેકટરીમાં બોયલર ફાટતાં ૧૫નાં મોત થયાં છે અને અનેકને ઇજાઓ થઇ છે તે ધડાકાથી ફેકટરીનું બિલ્ડીંગ તૂટી પડતાં તેના કાટમાળ નીચે પણ કેટલાયે કામદારો અને ઓફીસ કર્મચારીઓ દબાયા હોવા સંભવ છે.
આ ધડાકો એટલો જોરદાર હતો કે તેની બાજુની ફેકટરીનું મકાન પણ તૂટી પડયું છે. તેમાં કેટલા ફસાયા હશે તે વિષે કોઈ માહિતી મળી શકી નથી.
