
Suicide Attack: પાકિસ્તાનના ઉતર પશ્ચિમી વિસ્તાર ખૈબર પખ્તુનખ્વામાં એક શાંતિ સમિતિ સદસ્યના ઘરે લગ્ન સમારંભ દરમિયાન એક આત્મઘાતી હુમલો થયો, આ હુમલામાં 5 લોકોના મોત થયા જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા, ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે, ‘આ એક આત્મઘાતી બોમ્બ હુમલો હતો, જે કુરેશી મોડ પાસે શાંતિ સમિતિના પ્રમુખ નૂર આલમ મહેસુદના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન થયો. હુમલા સમયે મહેમાનો નાચગાન કરી રહ્યા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે રૂમની છત તૂટી પડી હતી, જેના કારણે બચાવકાર્ય મુશ્કેલ બન્યું હતું. ઘણા લોકો તેની નીચે દબાયેલા હતા. જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ઈમરજન્સીની ઘોષણા કરી દેવામાં આવી હતી.’
