
Pakistan Earthquake: પાકિસ્તાનમાં શુક્રવારે (21મી નવેમ્બર) વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 મેગ્નિટ્યુડ માપવામાં આવી હતી. ભૂકંપના આંચકાની અસર પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાનમાં પણ અનુભવાઈ હતી.
