પાટણ શહેરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે 13ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઠંડી વધતાની સાથે જ શહેરીજનો સવારથી ગરમ વસ્ત્રો પહેરીને કામ ધંધે નીકળતા જોવા મળ્યા હતા. પ્રગતિ મેદાન વિસ્તારમાં ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોનો ધસારો વધ્યો છે. આ ઠંડીનો ચમકારો ઘઉં, જીરુ, વરિયાળી, રાયડો અને અજમો જેવા શિયાળુ પાકો માટે ફાયદાકારક સાબિત થશે. ખેડૂતો આ ઠંડીને પાક માટે અનુકૂળ માની રહ્યા છે. છેલ્લા બે દિવસથી શિયાળાની અસર વર્તાઈ રહી છે અને આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા છે.
પાટણમાં ઠંડીનો ચમકારો, તાપમાન 13 ડિગ્રી:ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોનો ધસારો વધ્યો
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
