પાટણ શહેરના જુના ગંજ બજારથી નીલમ સિનેમા રોડ પર આવેલી ચોઇસ ટેલર નામની દુકાનમાં આજે સવારે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ ઘટનામાં દુકાનમાં રહેલો સિલાઈ મશીન અને અન્ય સરસામાન બળી જતાં અંદાજે ₹50,000થી વધુનું નુકસાન થયું હતું. સવારના સમયે બંધ દુકાનમાંથી ધુમાડા નીકળતા હોવાનું પાડોશીઓના ધ્યાને આવ્યું હતું. તેમણે તાત્કાલિક દુકાન માલિક જિબેર સૈયદને જાણ કરી હતી, જેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગને કારણે દુકાનની અંદરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ થતાં જ પાટણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સાધનો સાથે સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી તેના પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન ભૂરા સૈયદ અને યાસીન મિર્ઝા સહિતના સ્થાનિક નાગરિકોએ પણ રાહત કામગીરીમાં સહયોગ આપ્યો હતો.
પાટણમાં દરજીની દુકાનમાં આગ, 50 હજારનું નુકસાન:જુના ગંજ બજારમાં અગમ્ય કારણોસર લાગેલી આગ ફાયરે કાબૂમાં લીધી
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
