પાટણ નગરપાલિકામાં 25 એપ્રેન્ટિસ કર્મચારીઓને નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે એક કાર્યક્રમમાં આ ઉમેદવારોને ફરજ પર હાજર થવાના આદેશ પત્રો આપ્યા હતા. આ સાથે તેમને ફરજ પર લેવામાં આવ્યા હતા. અગાઉ, પાટણ નગરપાલિકા દ્વારા 40 એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં લગભગ 150 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યૂ બાદ તેનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ મેરિટ લિસ્ટમાંથી ઉચ્ચ સ્થાન ધરાવતા 25 ઉમેદવારોની પસંદગી કરીને તેમને ફરજ પર હાજર કરવાના ઓર્ડરો પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે એનાયત કર્યા હતા. બાકીના ઉમેદવારોને હાલમાં વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. પસંદ કરાયેલા 25 એપ્રેન્ટિસ કર્મચારીઓમાં બે મોટર મિકેનિકલ વ્હીકલ, બે સર્વેયર ડ્રાફ્ટમેન સિવિલ, એક મિકેનિક ડીઝલ, ત્રણ વેલ્ડર, ચાર ફીટર, પાંચ એસ.આઈ. અને નવ કોમ્પ્યુટર ઓપરેટરનો સમાવેશ થાય છે.
પાટણ પાલિકામાં 25 એપ્રેન્ટિસને નિયુક્તિ પત્રો અપાયા:પ્રમુખ હિરલબેન પરમારે ઉમેદવારોને ફરજ પર હાજર કર્યા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
