image : AI Photo
Vadodara : વડોદરાના ઉંડેરા વિસ્તારમાં પાનનો ગલ્લો ધરાવતી એક મહિલાને વાતોમાં ફસાવી બે ગઠીયા સોનાની બુટ્ટીઓ કાઢીને ફરાર થઈ ગયા હતા.
ઉંડેરાની નવી વસાહતમાં રહેતા અને મહાકાળી માતાના મંદિર પાસે પાનનો ગલ્લો ચલાવતા જશોદાબેન સોલંકીએ પોલીસને કહ્યું છે કે, ગઈકાલ 29 મેં બપોરે એક શખ્સ સિગારેટ લેવા આવ્યો હતો અને ગલ્લા પાસે બેઠો હતો. ત્યારબાદ બીજો એક શખ્સ આવ્યો હતો અને તેણે નાસ્તાનું પેકેટ લીધું હતું.
થોડીવાર બાદ પહેલા આવેલો શખ્સ ફરીથી આવ્યો હતો અને વાતોમાં ફસાવી રૂમાલમાં મારી અઢી ગ્રામની બે બુટ્ટી મુકાવી હતી.
