- પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી
- તમામ બેઠકો પર ભાજપે વધુ સઘન કર્યો ચૂંટણી પ્રચાર
- પારડીમાં યોજાઇ નાણામંત્રી કનુ દેસાઈની જાહેર સભા
પારડી વિધાનસભા બેઠક પર નાણાંમંત્રીનો દબદબો ચૂંટણી પ્રચારમાં પણ દેખાઈ રહ્યો છે. કનું દેસાઈના ચૂંટણી પ્રચારમાં ઠેરઠેર જન સમર્થન મળી રહ્યું છે. 1,11,111 મત સાથે પારડી વિધાનસભા બેઠક જીતવા કનું દેસાઈના કાર્યકર્તાઓનો સંકલ્પ સાથે દાવો કર્યો છે.

વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દીવસો બાકી રહ્યા છે. ત્યારે, ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કા તરફ પ્રયાણ કરી રહ્યું છે તેવા સમયે તમામ પક્ષ પોતાનો પ્રચાર પ્રવાહ પ્રબળ કરી દેતા હોય છે. રાજ્યની હાઈપ્રોફાઈલ બેઠક પારડી પર નાણાંમંત્રીની પ્રચારમાં ઠેરઠેર જન સમર્થન ઉમટી રહ્યું છે. મહત્વની વાત એ છે કે તમામ સમાજે સાથે મળીને સંકલ્પ કરીને કનું દેસાઇને 1,11,111 મતે જ્વલંત વિજય અપાવવા આહવાન કર્યું છે. ત્યારે, નાણાંમંત્રી કનું દેસાઈએ પણ પોતાનો પ્રચારને અંતિમ તબક્કાનું પ્રચાર ગણાવ્યું છે અને લોકોનો પ્રેમ મળી રહ્યો છે તેમજ વાપીમાં વડાપ્રધાનનો રોડ શો પણ તેમના માટે આ ચૂંટણીમાં ઘણો ઉપયોગી બનશે તેવો દાવો કર્યો છે.
