પારડી હાઇવે પર અપહરણ-લૂંટ કેસ: દિલ્હીની ઝહરખુરાની ગેંગનો સાગરિત રાજસ્થાનથી ઝડપાયો!

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized


Valsad Robbery And Kidnapping Case :  મૂળ સુરતના ઓલપાડના રહેવાસી અને મહારાષ્ટ્રના થાણેમાં EPFO ઓફિસમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હાર્દિક રામચંદ્રભાઈ પટેલના અપહરણ અને લૂંટ કેસમાં વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) મોટી સફળતા મેળવી છે. પારડીના ખડકી હાઈવે પર ભોજન બાદ કેફી પીણું પીવડાવી બેહોશ કરી કારમાં અપહરણ કરનાર દિલ્હીની આંતરરાજ્ય ઝેરખુરાની ગેંગના એક સાગરિતને રાજસ્થાનના જયપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે.

અધિકારીને કેફી પીણું પીવડાવી અપહરણ અને લૂંટ

ઓલપાડ જવા માટે થાણેથી પોતાની કારમાં નીકળેલા આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર હાર્દિક પટેલે ગત સપ્ટેમ્બર 2025ના રોજ રાઈડ શેરિંગ એપ્લિકેશન ‘BLABLA’ પર રાઈડ માટે પોસ્ટ કરી હતી. જેના આધારે રવિ અને જીતેન્દ્ર નામના બે શખ્સોએ સીટ બુક કરાવી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *