રોડ સેફ્ટી માટે ગુજરાત પોલીસની મોટી પહેલ ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મોટી પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મેપલ્સ (મેપમાયઇન્ડિયા) દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી નાગરિકો માટે ખાસ ફીચર્સ અપડેટ કરવામાં આવ્યાં છે. હવે નાગરિકો-વાહનચાલકોને નેવિગેશનની સાથે-સાથે આ એપ બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરીનાં અપડેટ આગળીનાં ટેરવે આપશે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા પૂરો પાડવામાં આવેલો બ્લેક સ્પોટ્સ અને સંભવિત અકસ્માત ઝોનનો ડેટા મેપલ્સ દ્વારા આ એપમાં અપડેટ કરી દેવાયો છે. એ ઉપરાંત વાહનચાલકોને ડાર્ક રસ્તા અંગે પણ પહેલેથી અંદાજ આવી જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સ્પીડ લિમિટ પણ આ એપમાં અપડેટ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રિયલ ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 7 ગામના ગ્રામજનોની આક્રોશ રેલી ગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતાં ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આક્રોશ રેલી કાઢી આજે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અસરગ્રસ્તો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા તાત્કાલિક હકારાત્મક નિર્ણય ન લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો તથ્ય-પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોનબ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોનાં મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જફ્રેમ કરવા અને સાક્ષીઓનાં નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો હતો. તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ સાક્ષીઓની જુબાની શરૂ થશે. તથ્ય પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તમામ કલમો અંતર્ગત ચાર્જફ્રેમ થયા છે. તેની સાથે સાથે પિતા પ્રજ્ઞેશ પટેલ પર પણ ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. જજે તેમની પર લાગેલી કલમો બોલી, કાગળ ઉપર સહી લીધી હતી. હવે સાક્ષીઓ તપાસવાની કામગીરી શરૂ થશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મહિલા બૂટલેગરોએ પોલીસ સામે ફેંકી બિયરની બોટલો અમદાવાદમાં નરોડા પોલીસે બિયરનો જથ્થો લઈને આવી રહેલી મહિલાઓને પકડવા પીછો કર્યો હતો. ત્યારે મહિલાઓ પોલીસથી બચવા રિક્ષામાં નાસી રહી હતી. અચાનક રિક્ષા ઊભી રાખીને મહિલાઓએ પોલીસની હાજરીમાં રોડ પર બિયરની બોટલો ફેંકી હતી. પોલીસથી બચવા દારૂનો મહિલાઓએ જાતે જ નાશ કરી દીધો હતો. આ અંગે પોલીસે મહિલાઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4 ભડથું અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે સોમવારે મોડીરાત્રે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલપંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં સારવાર માટે લઈ જવાતા નવજાત સહિત લોકો જીવતાં ભડથું થઈ ગયા હતાં. અમદાવાદ તરફ જતી આ બર્નિંગ એમ્બ્યુલન્સના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઘટના પગલે અરવલ્લી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી ગયા હતા. અરવલ્લી જિલ્લા કલેક્ટરે ઘટના અંગે આપી પ્રતિક્રિયા આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે, આગ લાગવાનું પ્રાથમિક કારણ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાનું હોઈ શકે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
મોબાઇલમાં વ્યસ્ત કારચાલકે બાઇકને ફંગોળી નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોબાઈલમાં વ્યસ્ત કારચાલકે બાઈકને અડફેટે લીધી હતી, જેથી બાઈકમાં સવાર પિતા-પુત્રનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈકસવાર પુત્ર બ્રિજ પરથી 30 ફૂટ નીચે ફંગોળાઈ ગયો હતો. બીજી તરફ અકસ્માત સર્જનાર કારચાલકની પોલીસે અટકાયત કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કાલે બોલિવૂડ સિંગર સચેત-પરંપરાની મ્યુઝીકલ નાઈટ રાજકોટ મહાનગરપાલિકા સ્થાપના દિવસના 52માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આવતીકાલે 19 નવેમ્બરને બુધવારના રોજ રાત્રે 8:00 કલાકે ભવ્ય ‘બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ’નું આયોજન કરવામાં આવ્યું છે. કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેત ટંડન અને પરંપરા ટંડન પોતાના મધુર કંઠે શહેરીજનોને મંત્રમુગ્ધ કરશે. આ સ્થાપના દિવસની ઉજવણીમાં માત્ર મનોરંજન જ નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને ‘મેયર એવોર્ડ’ આપીને સન્માનિત પણ કરવામાં આવશે. સાથે રંગોળી સ્પર્ધામાં વિજેતા થનારાઓને ઇનામનું વિતરણ પણ કરાશે. જાહેર જનતા માટે આ કાર્યક્રમમાં ફ્રી એન્ટ્રી રહેશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પાર્ક કરેલી બે કાર ભડભડ સળગી ઉઠી વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આજે બપોરે બે (ક્રેટા અને XUV700) પાર્ક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ તુરંત 112 નંબર ઉપર કોલ કરીને ફાયર બ્રિગેડને બોલાવી હતી. ફાયર વિભાગની ટીમે આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટના સમયે સ્થાનિકોમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યાં હતા કે, કચરાને કારણે આગ લાગી છે અને કોર્પોરેશન કચરો લેવા આવતુ નથી. આ ઉપરાંત તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી 112 સેવાને પણ આડેહાથ લીધી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરત એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફરની ધરપકડ સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો) સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવનાર મુસાફરની ધરપકડ કરાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-263 (સીટ 27C) દ્વારા બેંગકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત સિટી ડીસીબી કસ્ટમ્સ અને CISFએ સંયુક્ત કામગીરી કરી ઝડપી લીધો છે. આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)ના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,41,92,500 આંકવામાં આવી હતી. મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુજરાતમાં પહેલીવાર ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ સિઝનના સૌથી નીચા 9.9 ડિગ્રી તાપમાન સાથે દાહોદ ઠંડુગાર રહ્યું છે. રાજ્યમાં બીજા નંબરનું ઠંડું શહેર 10.5 ડિગ્રી સાથે નલિયા રહ્યું છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી જતાં બર્ફીલો માહોલ જામ્યો છે. જ્યાં ગુજ્જુઓની ભીડ જામી છે અને ઠંડીની મજા માણતા જોવા મળ્યા છે. આબુમાં હોટલો અને પાર્કિંગમાં પાર્ક કરાયેલાં વાહનો પર બરફના થર જામી ગયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
પાર્ક કરેલી 2 કાર ભડભડ સળગી:એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4 જીવતાં ભડથું, રાજ્યમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે, રાજકોટમાં કાલે 'બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ'
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
