
– ચીનના હૂ અન્યાને નાની-મોટી 19 નોકરીઓ કરી હતી
– આઈ ડિલિવર પાર્સલ્સ ઈન બેઈજિંગ નામનું પુસ્તક બેસ્ટ સેલર બન્યું : ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં બોલવાની તક મળી
બેઈજિંગ : હોંગકોંગમાં આગામી મહિને ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ યોજાવાનો છે. એમાં એક લેખકને બોલવાની તક મળવાની છે. એ લેખક હજુ હમણાં સુધી પાર્સલ ડિલિવર મેન તરીકે કામ કરતા હતા. તેમણે જે પુસ્તક લખ્યું એ એટલું પોપ્યુલર થઈ ગયું કે તેની ૨૦ લાખ કોપી વેચાઈ ગઈ છે.
