પૂરઝડપે જતી કાર પુલ પરથી ખાબકીને અગનગોળો બની, 3 શિક્ષકો ભડથું

📅 Published: January 31, 2026 | 📂 Category: Uncategorized


ગોંડલ-આટકોટ હાઇવે પર કાળજું કંપાવતી ઘટના : ગોંડલ સ્વામિનારાયણ ગુરૂકુળમાં ભણતો પુત્ર બીમાર હોવાથી છોટાઉદેપુરનાં 2 શિક્ષિકા અને 1 શિક્ષક લેવા માટે આવી રહ્યા હતા

ગોંડલ, મોટાદડવા, : ગોંડલ-આટકોટ હાઈવે પર મોટા દડવા ગામ નજીક આજે વહેલી સવારે અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરઝડપે આવી રહેલી કાર એકાએક બેકાબૂ બનીને પુલ પરથી નીચે ખાબકતા ભીષણ આગ સાથે અગનગોળો બની ગઈ હતી. એ આગમાં છોટાઉદેપુરથી ગોંડલ આવી રહેલા બે શિક્ષિકા અને એક શિક્ષક સહિત ત્રણેય લોકોની જિંદગી હોમાઈ ગઈ હતી. 

કાળજુ કંપાવનારી ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ છોટાઉદેપુરની ગાંઠીયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા આશાબેન સત્યપાલ ચૌધરીનો પુત્ર હેત ગોંડલ સ્વામિનારાયણ ગુરૂકુલમાં ધો. 10માં અભ્યાસ કરે છે, જે બીમાર પડતા ગોંડલ ગુરૂકુલમાંથી તેને ઘરે લઇ જવા માતા આશાબેનને ફોન આવ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *