
Purnesh Modi : ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી હવે રાજ્ય વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. આજે તેમણે મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં વિધાનસભા સચિવાલય ખાતે સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
જેઠાભાઈ ભરવાડના રાજીનામાથી ખાલી પડી હતી બેઠક
શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે હાલમાં જ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.
