પોરબંદરમાં વધુ એક કુટણખાનું ઝડપાયું:ચાર શખ્સોની ધરપકડ, બે યુવતીઓને મુક્ત કરાઈ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

પોરબંદર પોલીસે છાયા વિસ્તારમાં સત્સંગ ચોક નજીક ચાલતા એક કુટણખાના પર દરોડો પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન દેહવેપારમાં ફસાયેલી બે યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી. ડી.વાય.એસ.પી. ઋતુ રાબા અને પી.આઈ. કાનમીયાની ટીમે ડમી ગ્રાહક મોકલીને આ રેડ કરી હતી. પોલીસે દિલીપ કરશન કારાવદરાના રહેણાંક મકાનમાં ચાલતા આ અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન, મકાન માલિક દિલીપ કરશન કારાવદરા અને અન્ય બે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રાહક તરીકે આવેલા અસ્ફાક મહમદ સમા નામના શખ્સને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે દેહવેપારનો ભોગ બનેલી બે યુવતીઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ પરથી ત્રણ મોબાઈલ ફોન અને રોકડા રૂ. 4,400 જપ્ત કરવામાં આવ્યા હતા. પોરબંદરમાં દેહવેપારની પ્રવૃત્તિઓ વધી રહી હોવાની ફરિયાદોના આધારે પોલીસે તાજેતરમાં સઘન ચેકિંગ અને દરોડા શરૂ કર્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવા ગેરકાયદેસર ધંધાઓ પર અંકુશ લાવવા પોલીસની કાર્યવાહી ચાલુ રહેશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *