
Vadodara News : સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા બે દિવસથી અજાણ્યા તત્વો દ્વારા ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે શહેરની જાણીતી શાળાઓને નિશાન બનાવ્યા બાદ, આજે મંગળવારે સવારે વડોદરાની દિવાળીપુરા સ્થિત જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
કોર્ટ પરિસરમાં કિલ્લેબંધી અને સર્ચ ઓપરેશન
ધમકીની જાણ થતા જ પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ સાથે દિવાળીપુરા કોર્ટ ખાતે પહોંચી ગયા હતા. પોલીસ પહોંચે તે પહેલા સાવચેતીના ભાગરૂપે કોર્ટના મેન એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો.
