વડોદરા,પોલેન્ડમાં વર્ક પરમિટ વિઝા આપવાનું કહી ૯ લોકો સાથે છેતરપિંડી કરી ૬.૬૯ લાખ પડાવી લેનાર બે આરોપી સામે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાસણા ભાયલી રોડ પર ગ્રીન ફિલ્ડ – ૩ માં રહેતા અલ્પાબેન નગીનભાઇ પટેલ રસોઇ કામ કરે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, માર્ચ – ૨૦૨૨ માં હું બર દુબઇ ખાતે નવ મહિના માટે નોકરી કરવા ગઇ હતી.તે સમયે મારી સાથે શિલ્પાબેન કૈલાસભાઇ રાજપૂત (રહે. વાડી ખેડકર ફળિયા) નોકરી કરતા હોઇ તેઓની સાથે ઓળખાણ થઇ હતી.
