
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના હિન્દી વિભાગની ૧૦૦ ટકા પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિની હિમાલયા મહેતાએ કઠીન ગણાતી યુજીસી નેટ( નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષા પાસ કરવાની સિધ્ધિ મેળવી છે.
શહેરના વિશ્વામિત્રી ઓવરબ્રિજ પાસે રહેતી હિમાલયા મહેતા જન્મથી જ જોઈ શકતી નથી.આમ છતા તેણે હિન્દીમાં બીએ અને એમએની ડિગ્રીની સાથે સાથે તબલામાં તેમજ વોકલ મ્યુઝિકમાં વિશારદ પણ કર્યું છે.
