
– વેનેઝુએલાએ વિદેશી કંપનીઓ માટે ક્રૂડ ઓઈલ ક્ષેત્ર ખુલ્લુ મૂક્યું
– યુએસ આર્મીને વેનેઝુએલાનું કમર્શિયલ હવાઈ ક્ષેત્ર ખોલવા ટ્રમ્પનો આદેશ, અમેરિકન રાજદૂત મોકલવાની પણ તૈયારી
– ક્યુબાને ક્રૂડ ઓઈલ વેચનારા દેશ પર ટેરિફની પ્રમુખ ટ્રમ્પની ધમકી, મેક્સિકોની મુશ્કેલી વધી
કારાકાસ/વોશિંગ્ટન : અમેરિકન સૈન્યે વેનેઝુએલાના ‘પ્રમુખ’ નિકોલસ માદુરોનું અપહરણ કરી ન્યૂયોર્ક લઈ ગયાના એક મહિનાથી ઓછા સમયમાં વેનેઝુએલાએ ક્રૂડ ઓઈલ ઉદ્યોગના ખાનગીકરણને મંજૂરી આપી દીધી છે અને વિદેશી કંપનીઓ માટે તેમનું ક્રૂડ ઓઈલ ક્ષેત્ર ખુલ્લુ મુકી દીધું છે. બીજીબાજુ પ્રમુખ ટ્રમ્પે વેનેઝુએલાના ક્રૂડના ભંડારો પર કબજાની તૈયારી શરૂ કરી દીધી છે. અમેરિકાએ જનરલ લાઈસન્સ જાહેર કર્યું છે, જેના હેઠળ માત્ર અમેરિકન કંપનીઓ વેનેઝુએલાના ક્રૂડ ઓઈલના ક્ષેત્રમાં પ્રવેશ મેળવી તેનું ખરીદ, વેચાણ કરી શકશે.
