પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહના માર્ગદર્શન હેઠળ 18 નવેમ્બર, 2025ના રોજ “Digital Tools for Mental Wellbeing” વિષય પર પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં વક્તા જોમી ટી. જોસએ આપ્યું હતું.
સવારના 8:30 વાગ્યે શરૂ થયેલ આ માહિતીસભર વર્કશોપમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિતિ દર્શાવી અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા માનસિક આરોગ્યને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે અંગે મહત્વપૂર્ણ જાણકારી મેળવી. વર્કશોપ દરમ્યાન જોસે માઇન્ડફુલનેસ એપ્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ ટૂલ્સ, મૂડ ટ્રેકિંગ ટેક્નિક્સ તથા સકારાત્મક ડિજિટલ હેબિટ્સ વિષે સરળ અને રસપ્રદ રીતે સમજાવી વિદ્યાર્થિઓમાં જાગૃતિ ફેલાવી.વિદ્યાર્થીઓમાં ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન પ્રો. ડી. બી. બંધિયા તથા પ્રો. માર્ગી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું.
પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે:ડિજિટલ ટૂલ્સથી માનસિક આરોગ્યમાં વધારો પર વર્કશોપનું આયોજન
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
