પ્રેમ દરવાજા પાસેના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પીપડાની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ,ગુરૂવાર

દારૂની હેરફેર કરવા માટે હવે બુટલેગરો ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધાર્યો છે.  શહેરના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને પતરાના ચાર પીપડામાંથી રૂપિયા ૧૦ લાખની કિંમતનો વિદેશી દારૂનો  મોટો જથ્થો જપ્ત કર્યો હતો.  આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પ્રેમ દરવાજા બહાર આવેલા લાલજી મુલજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં સ્થાનિક બુટલેગરે કેમીકલની આડમાં ચાર પીપડામાં દારૂનો જથ્થો છુપાવીને મોકલ્યો હોવાની માહિતી પીસીબીના અધિકારીઓને મળી હતી. જેના આધારે ગુરૂવારે દરોડો પાડીને તપાસ કરતા શંકાસ્પદ જણાતા ચાર પીપડામાંથી રૂપિયા ૧૦ લાખની કિંમતનો વિવિધ બ્રાંડનો વિદેશી દારૂની ૨૫૦૦થી વધારે બોટલ  મળી આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *