
Coal Mine Collapses in West Bengal: પશ્ચિમ બંગાળના આસનસોલ જિલ્લાના કુલ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)ની ખાણ ધસી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. અહીં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
અનેક શ્રમિકો દટાઈ ગયા હોવાની આશંકા
આસનસોલના બોર્ડિલા વિસ્તારમાં BCCL ની ઓપન કાસ્ટ ખાણ આવેલી છે. અહીં ગેરકાયદે રીતે કોલસો કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી, ત્યારે ખાણનો એક મોટો હિસ્સો અચાનક ધસી પડ્યો હતો.
