
Rahul Gandhi Attacks PM Modi After Donald Trump’s Statement : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર દબાણ સામે ઝૂકી જવાનો આરોપ લગાવ્યો હતો અને તેમની તુલના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વ સાથે કરી હતી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કરીને ‘ફરક સમજો સરજી’ એવું કેપ્શન આપી પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો.
‘ટ્રમ્પના ઇશારે આત્મસમર્પણ કરી દીધું’
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું હવે ભાજપ અને આરએસએસના લોકોને ખૂબ સારી રીતે જાણું છું.
