ફરિયાદ:માધાપરમાં ભાગીદારી પેઢી સાથે વિશ્વાસઘાત કરાતા ફોજદારી નોંધાઈ

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

માધાપરમાં ભાગીદારી પેઢી સાથે વિશ્વાસઘાત કરાતા ફોજદારી નોંધાઈ છે. શહેરના ઓધવ પાર્ક-3 માં રહેતા કેશવભાઈ કાંતિલાલ ઠક્કરે ગાંધીધામ અપનાનગરના નારણભાઈ કાનાભાઈ મ્યાત્રા અને તપાસમાં નીકળે તે ઈસમો સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદીની પેઢી મેસર્સ કેબી એક્ટિવ કાર્બનમાં ફરિયાદી સાથે વર્ષ 2019-20 માં આરોપી કોલસો સપ્લાય કરવાના ધંધામાં ભાગીદાર તરીકે જોડાયા હતા. ફરિયાદીએ પૂરેપૂરો વિશ્વાસ રાખી ઇફકોને લગતા ધંધામાં પેઢી વતી સંપૂર્ણ સત્તાઓ આરોપીને આપી હતી અને ભુજ ખાતે પેઢીનું મર્કેન્ટાઇલ બેંકમાં ખાતું ખોલાવી તેને ઓપરેટ કરવાની તમામ સત્તા આપી હતી આરોપીએ ઇફકો વેન્ડર લોગીન કોડ મેળવી પોતાના ભાઈને લોગીન પાસવર્ડ આપી તેનો ઉપયોગ કરી ધંધો કર્યો હતો.તારીખ 31 માર્ચ 2022 ના આરોપી પેઢીની ભાગીદારીમાંથી હિસાબ લઈ છૂટા થયા હોવા છતાં 24 માર્ચ 2023 સુધી ઇફકોએ ફરિયાદીની પેઢીને આપેલ લોગીન કોડ તથા પાસવર્ડથી ફરિયાદીની પેઢીના નામે કોલસા સપ્લાયના ઊંચા ભાવો ભરી તથા ફરિયાદીની જાણ બહાર પરવાનગી વગર એક લાખની ઇએમડી પણ ઇફકોને પેઢીના બેંક ખાતાની આરોપીએ પોતાની સહીથી આપી એટલાન્ટિક એન્ટરપ્રાઇઝને આર્થિક ફાયદો કરાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે માધાપર પોલીસ સ્ટેશનમાં ઠગાઈ અને આઇટી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *