
Virat Kohli No 1 Batter : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવારે જાહેર કરાયેલ નવીનતમ વનડે રેન્કિંગમાં ભારતીય ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીનો દબદબો ફરી એકવાર જોવા મળ્યો છે. કોહલીએ પોતાના સાથી ખેલાડી અને ‘હિટમેન’ રોહિત શર્મા પાસેથી નંબર વન બેટ્સમેનનો તાજ છીનવી લીધો છે અને વર્ષો બાદ ફરીથી વનડે રેન્કિંગના શિખર પર બિરાજમાન થયો છે.
એક મેચના પ્રદર્શને બદલ્યું સમીકરણ
આ મોટો ફેરફાર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વનડે શ્રેણીના પ્રથમ મેચના પ્રદર્શનના આધારે થયો છે. વડોદરામાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીએ 91 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેના માટે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
