
Donald Trump New Map Controversy : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવાર-નવાર ટેરિફોનો મુદ્દો ચગાવતા રહે છે. આ ઉપરાંત તેઓ અનેક દેશો પર દાવો કરી વિશ્વમાં ખળભળાટ મચાવતા રહે છે, ત્યારે હવે તેમણે એક નકશો શેર કરીને ફરી વિવાદ ઉભો કર્યો છે. તેમણે વિશ્વના નેતાઓની મજાક ઉડાવીને ત્રણ દેશો પર અમેરિકાનો હક હોવાનો નકશો ફરી શેર કર્યો છે. આ નકશામાં કેનેડા, ગ્રીનલેન્ડ અને વેનેઝુએલા અમેરિકાનો ભાગ હોવાનું દર્શાવાયું છે. ખાસ વાત એ છે કે, તેમણે 20 જાન્યુઆરી-2026ના દિવસે પણ આ જ નકશો શેર કર્યો હતો.
