બનાવટી ડૉક્યૂમેન્ટ બનાવનારા નવ આરોપીઓની ધરપકડ કરાઈ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • અંકલેશ્વરના જીતાલી ગામે વકફ્ બોર્ડની જમીન વેચાણના
  • આરોપીઓ જીતાલી ગામમાં ફ્રતા હોવાની માહિતીથી દબોચી લેવાયા
  • વકફ્ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવનારા નવ આરોપીઓની પોલીસે ધરપકડ કરી

અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં વકફ્ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર 9 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા.

અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં વકફ્ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર 9 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.કે. ભુતીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ્ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના વકફ્ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ જીતાલી ગામમાં ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીતાલી ગામના મોટુ ફળિયામાં રહેતો ઈકબાલ અહમદ મોહંમદ પટેલ, શાહજહાં અહમદ ઠસનજી ભાણા અને વસીમ અકરમ હનીફ્ મહમદ પટેલ,યુસુફ્ મહમદ અહમદ ઉમર તેમજ મહમદ અહમદ ઇસ્માઇલ ઉમર,નિલેશકુમાર બાલુભાઈ પટેલ,સલીમ સુલેમાન મોહંમદ રાવત,મહમદ અહમદ ઠસનજી પટેલ સહિત દિનેશ હરતીમલભાઈ પ્રેમચંદ જૈનને ઝડપી પાડયો હતો. પોલીસે તમામ સામે વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *