
અમદાવાદના ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ બી ખાતે રમાયેલ અંડર-૧૪ વેસ્ટ ઝોન મલ્ટી-ડે ટૂર્નામેન્ટ ૨૦૨૬ની ફાઇનલમાં બરોડા અંડર-૧૪ બોયઝ ટીમે મહારાષ્ટ્રને ૮ વિકેટે પરાજય આપી ખિતાબ જીત્યો હતો.
મેચમાં બરોડાના ક્રિશ પટેલે બોલિંગમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં તેણે ૯ વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં વધુ રૂવિકેટ લઈને કુલ ૧૨ વિકેટનો શાનદાર દેખાવ કર્યો હતો. બીજી ઇનિંગ્સમાં યશ ત્રિવેદીએ ૬ વિકેટ ઝડપી હતી.
