
– વિશાળ અને ડુંગરાળ પ્રદેશ હોવાથી સૈનિકો નિષ્ફળ જઈ રહ્યા છે બલુચ વિદ્રોહીઓ પાસે અત્યાધુનિક શસ્ત્રો છે પાક સંરક્ષણમંત્રી ખ્વાજા આસીફ
ઈસ્લામાબાદ : સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે કબૂલ્યું છે કે, ‘બલુચિસ્તાન પ્રાંત વિશાળ તેમજ ડુંગરાળ હોવાથી ત્યાં સેનાને કાર્યવાહી કરવી મુશ્કેલ છે.’
ઉલ્લેખનીય છે કે, હવે તો બલુચ વિદ્રોહીઓએ પાકિસ્તાની સેના માટે આફત ઊભી કરી દીધી છે. હજી સુધીમાં ૧૭૭ જેટલા વિદ્રોહીઓ માર્યા ગયા છે તેમ છતાં તેઓ નમતું જોખવા તૈયાર જ નથી. તેટલું જ નહીં પરંતુ પાકિસ્તાની સેના સામેની લડતમાં હવે મહિલાઓ પણ જોડાઈ રહી છે.
