
– શેખ હસીનાને પદભ્રષ્ટ કર્યા પછી મુહમ્મદ યુનુસનાં ‘છત્ર’ નીચેની સરકારે ચીન અને પાકિસ્તાન સાથે ઘનિષ્ટતા કેળવી છે
ઢાકા : બાંગ્લાદેશમાં ૧૨મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે જેમાં ‘જાતીય-સંસદ’ (નેશનલ પાર્લામેન્ટ)ના સાંસદો ચૂંટી કઢાશે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનાં ૧૫ વર્ષનાં લાંબા શાસનનો કરૂણ અંત આવ્યા પછી યોજાનારી આ પહેલી સામાન્ય ચૂંટણી બની રહેશે.
શેખ હસીના ઓગસ્ટ ૨૦૨૪માં પદભ્રષ્ટ થયા પછી નોવેલ પારિતોષિક વિજેતા મુહમ્મદ યુનુસનાં છત્ર નીચે સરકાર રચાઈ હતી, તે પછી આ પહેલી ચૂંટણી છે તેમાં વિવિધ પક્ષોની સ્થિતિ જોઈએ.
