
BNP Demands India to Extradite Sheikh Hasina : બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ પ્રચંત બહુમતી મેળવી છે. બીએનપીએ કુલ 299માંથી 212 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે જમાત-એ-ઈસ્લામીએ 77 બેઠકો પર જીત નોંધાવી છે. જોકે ચિંતાજનક વાત એ છે કે, ચૂંટણી જીતતા જ BNPએ ભારત સમક્ષ એવી માંગ કરી છે, જે બંને દેશો વચ્ચે ટેન્શન ઉભું કરી શકે છે. વાસ્તવમાં BNPએ તેના કટ્ટર રાજકીય હરીફ અને પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ભારતમાંથી પ્રત્યાર્પિત કરવાની માંગ ફરીથી દોહરાવી છે. પાર્ટીનું કહેવું છે કે હસીનાએ બાંગ્લાદેશમાં મુકદ્દમાનો સામનો કરવો જોઈએ.
