
Angry ICC Puts Mohsin Naqvi On Notice: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) વચ્ચેનો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ટી20 વર્લ્ડ કપના બૉયકોટની ધમકી આપનાર પાકિસ્તાનને ICCએ અત્યાર સુધીની સૌથી કડક ચેતવણી આપી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, જો પાકિસ્તાન વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરશે, તો તેને ક્રિકેટની દુનિયામાંથી બાકાત રાખવામાં આવી શકે છે.
ICCની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી
અહેવાલો અનુસાર, ICCએ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને જણાવી દીધું છે કે ‘વર્લ્ડ કપ ન રમવાનું વલણ તેને અત્યંત મોંઘું પડશે.
