બાલાસિનોરમાં યુનિટી માર્ચ યોજાઈ:બાલાસિનોર વિધાનસભામાં રાષ્ટ્રીય એકતાનો મજબૂત સંદેશ ગુંજ્યો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિધાનસભા વિસ્તારમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ‘યુનિટી માર્ચ’ (એકતા યાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો મજબૂત સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોએ યુનિટી માર્ચને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે સરદાર સાહેબના આદર્શો પર યુવાનોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. યુનિટી માર્ચની શરૂઆત બાલાસિનોર સીડ ફાર્મ ખાતેથી થઈ હતી. આ યાત્રામાં અગ્રણી દશરથભાઈ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *